Posted by: yogakarma | April 9, 2007

ખરુ જીવન « વિજયનુ ચિંતન જગત

ખરુ જીવન « વિજયનુ ચિંતન જગત

ખરુ જીવન

10 04 2007

જાતને ખતમ કરતા વાર શું?
જંતુ નાશક દવાની શીશી પીતા
કે ધડધડાટ ચાલતી ટ્રૈન નીચે કુદીપડતા
જીવતા વિજળીનાં તારને હાથમાં પકડી લેતા
કે ઉંઘની વીસ પચીસ ગોળીઓ લઇ લેતા
વાર લાગે ફક્ત નબળી પાંચ ક્ષણોનીજ ને?
કોઇ પણ વાતને બગાડવામાં વિચારવાનું જ ક્યાં હોય?

ખરુ જીવન તો એવું કર કે
મૃત્યુને પણ આવીને તારે ત્યાં જીવવુ પડે
ધીર એવી ધર કે
થાય અપમૃત્યુ સર્વ આત્મઘાતી વલણોનુ

તને ખબર તો છે જ ને કે
દરેક સિક્કાની-દરેક વાતોની-
દરેક ઘટનાઓની, બે બાજુઓ હોય છે
આજે નીચા જોણું છે તો કાલે ઉંચાજોણું ય આવશે
આજે ચક્રનાં તળીયે છો કાલે ચક્ર ઉંચે પણ લઇ જાશે


Leave a response

Your response:

Categories