Posted by: yogakarma | May 21, 2007

ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો…

મખમલી સ્વપ્નિલ ઘડીમાં ના થવાનું થાય તો
ને અચાનક પ્રાણ અંદરની તરફ અમળાય તો
કરચલી તન પર નહીં ને શ્વાસ પર દેખાય તો
શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યાં હતાં
ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો

-હેમંત
http://hemkavyo.wordpress.com/2007/05/20/shvas/


Responses

  1. તમારા બ્લૉગ પર મારી રચના પોસ્ટ કરવા બદલ આપનો આભાર!
    એક વાતની નોંધ અહીં કરવી ઘટે. આ કાવ્યપ્રકારને તઝમીન કહેવાય છે. તઝમીનમાં કોઈ અન્ય કવિનો એક શેર લઇને એ શેર પહેલા ત્રણ પંક્તિઓ ઉમેરવામાં આવે છે. આ રચના લખનારા માટે પડકાર હોય છે કે ત્રણ પંક્તિઓ એવી હોવી જોઈએ કે અન્ય કવિના શેરના મૂળ ભાવ સાથે એ સમરસ થઈ જાય અને આખી મુક્તપંચિકા એક રચના જેવી પ્રવાહી લાગવી જોઈએ .

    આ રચનાની છેલ્લી બે પંક્તિઓ કવિ શ્રી અનિલ ચાવડાની છે.


Leave a response

Your response:

Categories